....." સબંધોની અનુભૂતિ "
સમય અને સંજોગોની વચ્ચે જ ફસાયો છું;
એમ કહો કે હું તો અંગતોથી જ ઘવાયો છું;
કરી મેં વાહ વાહી, ત્યાં સુધી હતો સારો;
સાચી વાત શું કહી, હું બન્યો પરાયો છું;
અફસોસ નથી કે, મારી સાચી કદર ના થઈ!
પરંતુ, અવગણનાની એરણ પર કસાયો છું;
પીઠ પાછળ વાતો કરનારાએ જ સમજાવ્યું,
કે, એમનાં બધાંથી તો હું ઘણોય સવાયો છું;
બધાંનું મન રાખતો રહ્યો એટલે જ "વ્યોમ"
હજૂ સંબંધોની આંટીઘૂંટીમાં જ ગુંચવાયો છું;
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"*
જેટકો (જીઈબી), મુ. રાપર.