લાભ લેવામાં હું ભરમાયો
સંતોષ ના મળ્યો હું સંતાયો
આખી રાત ઉંઘ મને ના આવે
મફત લેવામાં હું છેતરાયો
વાદવિવાદમાં દિવસ જાતો
ગુસ્સે થતો મનમાં બબડતો
નથી માનતા કોઈ મારું
થોડો અહમ, એટલે પસ્તાયો
મદદ માંગતા ના મળે મદદ
એટલે થોડો નિરાશ પણ થાતો
મદદ કરવામાં ના કરો પાછીપાની
જરુરીયાતને મદદરૂપ થાતો
મહેનત કરતા ના મળે ફળ
અપ્રમાણિકતા તરફ વળે
શાંતિનું સુખ ક્યાંથી મળે
પછી પસ્તાવો, દુઃખ ના ટળે
ખોટા ખર્ચાથી રહો દૂર
બચત કરો, રહેશે સુખ
જરૂરિયાત વખતે કામ આવશે
યોગ્ય બચત,સુખ શાંતિ આવશે
લાભપાંચમે યાદ રાખવી શીખ
નવા વર્ષની આ છે શીખ
અહમ છોડી નમ્રતા લાવો
લાલચ છોડો, મળશે સુખ
- કૌશિક દવે
- Kaushik Dave