🙏🙏શહેરની એક જાણીતી મિઠાઈ ની દુકાને ભીડ જામી હતી.આસપાસ ટોળું વળ્યું હતું અને એક છોકરાને એક ભાઈ પકડીને મારી રહ્યો હતો. પુછતાં ખબર પડીકે જે મારે છે. તે દુકાન માલિક છે અને માર ખાનાર છોકરો એક ઝુંપડપટ્ટીમાં રહેતો ગરીબ બાળક હતો.
તે ગરીબ બાળક નો વાંક એ હતો કે તેને મિઠાઈ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાં તે પકડાઈ ગયો જેથી માલિકે "મૂળાના ચોરને મુઠી નો માર" ન્યાયે ના અનુસરતા તેને તેનાં ગુના કરતા પણ વધુ મારી રહ્યો હતો.
આ ઘટનાક્રમ ચાલતો જ હતો ત્યાં જ મિઠાઈની દુકાન પર ચારપાંચ સરકારી ગાડીઓ આવીને ઊભી રહી ગઈ. ગાડી માંથી ઉતરીને સાહેબ જેવા લાગતા લોકો ફટાફટ મિઠાઈ ની દુકાનમાં ઘૂસી ગયા.
થોડીવાર પછી પુછતા માલુમ થયું કે મિઠાઈની દુકાનમાં ઈન્કમટેકસ ની રેડ પડી છે. જેમાં માલિક પાસે ઘણું જ કાળું નાણું ઝડપાયું છે.
તારે સમજાયું કે કુદરતનું ન્યાય નું પલ્લું કદાપિ એક તરફ ઝુકતુ નથી.🦚🦚