......ઝાકળ જેવાં સપનાં
જાગતાં દેખું છું રોજ, એક નવું સ્વપ્ન.
પાંખ લગાવી આજ, માપી લઉં ગગન.
ખીલી ઊઠું આજ જાણે કોઈ સુમન,
બનીને શબનમ ચમકાવી દઉં ચમન.
મેઘધનુષના રંગ લઈ લઉં જરા ઉધાર,
ભાતભાતીલાં રંગોથી સજાવું ઉપવન.
કોઈની મહેકને શ્વાસોમાં ભરવા માટે,
મંદ મંદ અવિરત લહેરાતો બનું પવન.
ઝાકળ જેવાં સપનાં લઈને ફરતો હું,
પણ "વ્યોમ" છે પરપોટા જેવું જીવન.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.