ચાલ કયારેક મુલાકાત કરીએ,
આંખો થી થતી વાતો કરીએ....!
તું શોધે તને મારી આંખો અંદર
કયારેક એવી રમત કરીએ.
ચાલ કયારેક મુલાકાત કરીએ....!
હાથ હોય તારો, મારા હાથમાં
કયારેક એ શમણું સાકાર કરીએ.
ચાલ કયારેક મુલાકાત કરીએ....!
ખામોશ રહે તું,ખામોશ રહું હું
મૌનથી અઢળક વાતો કરીએ.
ચાલ કયારેક મુલાકાત કરીએ....!