તું લે કૉફીનો કપ અને હું લઉં રકાબી,
પૂછ્યું'તું અમસ્તું પણ તું છે હાજર જવાબી.
તું લે કૉફીની ચુસ્કી ને હું ભરું સબળકો,
બધાને લાગે કે આપણે છીએ નવાબી!
જમાવીને બેસી ગયા મહેફિલ મજાની,
પણ એમ ક્યાં આપણે છીએ શરાબી!
આમ, પસંદ તો છે તારી ને મારી સરખી,
તો સાથે કૉફી પીવામાં શું છે ખરાબી..!!!
@The_HemAks_Pandya