જિદંગી એટલે રશું તુ અને હું..
અજાણ્યા પછી જાણ્યા, પછી થોડા જ સમય માં એક થયા.
જિદંગી એટલે રશું તુ અને હું..
હું દુનિયાભરનો ગુસ્સો ઠાલવીને બેફીકર કહી દવ તને,
જા! હવે થી હુ બોલીશ જ નહી તારી સાથે અને
બે જ મિનિટ પછી તને હલબલાવી ને કહું તને,
સાભંળે છે ....
અને તુ બસ મને જોઇને હસવા લાગે...
જિદંગી એટલે રશું તુ અને હું..
મારી રોજ બસ એક જ ફરિયાદ તુ તો મને સમજતી જ નથી ...
અને મને ચુપ જોઇને તુ તરત જ કહી દે
ચલ જલદી તારી બક્બક કેસેટ ચાલુ કરી દે,
શુ થયુ છે આજે??
જિદંગી એટલે રશું તુ અને હું..
બસ આ જ તો છે જિદંગી...
જિદંગી એટલે બસ રશું તુ અને હુ..
#HemAks_Pandya