વિરહની વેદનાએ ભારે કરી......
વિરહની વેદના એ ભારે કરી,
તારી મારી દુવિધાઓ વધારી...
હું છું શબ્દ ને તું મારી શાયરી,
બની ગઈ છે રશું તું dear ડાયરી..
વિરહની વેદના એ ભારે કરી,
તડપતા હૈયાને વિહોણા કરી...
શમણાંની સાંજે સથવારો કરો,
એક છે રાધા એક છે કાન્હો...
વિરહની વેદના એ ભારે કરી,
તું શોધે મને ત્યાં ને હું શોધું અહીં,
યાદોના વમળમાં અટવાયા બંને,
મળીશું ફરી થોડા સમય પછી બંને...
વિરહની વેદના એ ભારે કરી,
તોયે પ્રેમની જ્યોત છે અનેરી,
વાલમ તું જ વિના ચાલે ના એક પણ ક્ષણ,
ચાલને પાછા મળીને માણી લઈએ વીતેલી ક્ષણ..
વિરહની વેદના એ ભારે કરી,
એક જોગણ ને એક જોગી,
તડકો નથી તોયે દઝાય છે ઘણું,
તારી એક ઝલક જોવા મળે તોયે ઘણું....
વિરહની વેદના એ ભારે કરી,
અશ્રુની ધારા વહે ઘડી-ઘડી,
તું જ હાસ્યને પામવા ચાહું સદા,
તું ખુશ તો હું ખુશ છું સદા...
વિરહની વેદના એ ભારે કરી,
તારા સ્પર્શની યાદ આવે છે પ્યારી,
જીવન જીવીશ તારી સાથે એ વચન,
તને ખુશ રાખીશ ઈશ્વરના કસમ......
વિરહની વેદના એ ભારે કરી.......
#The_HemAks_Pandya