હું છું ને તારી સાથે...
તો શા માટે ઉદાસ રહે છે,
આજે મેં અખૂટ છતાં,
સાવ લાચાર દરિયો જોયો છે.
વહેવાની ઈચ્છા છતાં,
કિનારેથી પાછો વળતાં જોયો છે.
કોઈ સાથ આપે કે ના આપે,
હું છું ને તારી સાથે...
દુઃખમાં હું આગળ આવીશ અને
ભલે, ખુશીમાં મને તું છેલ્લો વિકલ્પ રાખજે.
તારી આંખો ઘણું બધું કહી જાય છે,
તારો ચહેરો બધું છુપાવી જાય છે.
જ્યારે કોઈ કહી દેને કે
હું છું ને તારી સાથે
ત્યારે જીવન જીવવાની
મજા જ અલગ આવે છે...
તારા આ માસૂમ ચહેરા પર
બે જ વસ્તુ સારી લાગે છે
એક તારી Smile 😍
અને બીજું તારી આંખોની અદા 🤓
મારા જીવનમાં જ્યારથી તું આવી
અને કહે છે ને કે
હું છું ને તારી સાથે...
તે પહેલાથી જ ગમવા લાગી છે મને,
તું અને તારી વાતો....
અને મુલાકાતો પછી થયો છે
તારી સાથે અનેરો નાતો....
હવે,
વાતો કરવાનું મન થાય છે અને
તારી અદાને જોવાનું મન થાય છે
તારા હ્યદયમાં હું સમાયો છું
અને મારા હ્યદયમાં તું
એટલે જ આજે મારુ હ્યદય
તને યાદ કરીને કહે છે કે,
હું છું ને તારી સાથે...
ઘણો પ્રયત્ન કરું છું કે
તારા વિશે લખતા શીખું,
પણ શું કરું લાગણીઓને
શબ્દોમાં કહેતા આવડતી જ નથી
જેની તને ખબર જ છે.....
આંખોથી તું વાંચીને સમજી જાય છે કે
હું છું ને તારી સાથે...
એજ મારા માટે ઘણું છે...
Dear, plz remind this,
I am always with you
Any where any how
Forever and ever and ever.
Be happy, Smile plz...
#The_Hemaksh_Pandya