એક વળાંક પર....
એક રસ્તા પર ચાલી રહ્યો છું, જે કર્યો હતો પસંદ ક્યારેક,
એક રસ્તાને જોઈ રહ્યો છું, જેના પર અબઘડી દોડવું છે.
અટકાવી છે મારી સફર એક સવાલ પર,
અટકી ગયો છું એક સુંદર વળાંક પર.
ચાલતો રહીશ આ રસ્તે તો સફર આગળ વધતો રહેશે,
પણ ગમતા રસ્તાને છોડીશ તો કદાચ એક રંજ રહેશે.
આવ્યો છું પસંદગીના એક મુકામ પર,
અટકી ગયો છું એક સુંદર વળાંક પર.
તું આવશે સાથે અથવા કદાચ આપણે કશે અટકી જઈશું,
સાથે રહીને પણ એકબીજાની નજરમાંથી છટકી જઈશું.
કર્યો છે ભરોસો એક નાજુક સ્વપ્ન પર,
અટકી ગયો છું એક સુંદર વળાંક પર.
હિર.