◆ તક તો આપો……
તાળવામાં ચોંટેલા વ્યંજનોને શબ્દોમાં કંડારવાની રીત તો આપો;
આ સંતાડીને રાખેલા સ્વરોના વાદળોને, આછા આછા વરસવાની તક તો આપો.
મન ક્યાં સુધી મનાવ્યા કરીશું, લોકોના રાજીપામાં;
પોતાની જાતને વિચારવાની,શણગાર વાની તક તો આપો.
હકીકત છે બદલાવવાની નથી, જીવનમરણની વચ્ચે;
આ મધ્યમાં ઉભા અવકાશને ખીલવવાની તક તો આપો.
હું તારી જોડે ક્યાં સુધી ચાલીશ? જીવું છું ત્યાં સુધી;
મૃત્યુ પછી પણ દોડી શકું, તે માટે કસરત કરવાની તક તો આપો.
આ સંધ્યાની કેસરી આભામાં મનહર જીવવા દો;
રાતના અંધકારમાં આ કાળાશ જોડે ભટકાવવાની તક તો આપો.
°★ગોહિલ હેતલચૌહાણ