टूट जाये ना भरम,हॉट हिलाऊ कैसे
हाल कैसा है,लोगोको सुनाऊ कैसे।
આજનો સમય કેવો છે ખબર? બધા ને એક માધ્યમ મળી ગયું છે પોતાનું કાઈ પણ વ્યક્ત કરવા માટે.
બસ લખી નાખવું, પણ યાર થોડું વિચારો હા વિચારો કેમ કે
એ વિચાર મુક્ત છે પણ યાર વાચા મુક્ત નથી. તમે શું લખો છો ને શુ કામ લખો છો. થોડો વિચાર કરો.
પોતાની અભિવ્યક્તિ નો હક આપણને બધા ને છે પણ શું અભિવ્યક્ત કરો છો એનું ખાસ ધ્યાન રાખો.
કેમ છે તમે જે લખો છો એ વસ્તુ તમારા અંદર સૌથી પહેલા હોવી જોઈએ પછી એને વાચા મળે તો એને સાચી અભિવ્યક્તિ કેવાય. કંઈપણ બસ લખી નાખવા ને અભિવ્યક્તિ ના કેવાય.
હમણાં મેં એક પોસ્ટ વાંચી. આમ હું બોવ પોસ્ટ વાંચું નય પણ મને એ નજરે આવી ગઈ તો વાંચી લીધી. એક જોકસ કરી ને એક ફોટા ઉપર આવું કંઈક લખ્યું હતું,
”your ex is now someone's true love” આવું એ પોસ્ટ માં લખ્યું તું. ને એ કોઈકે પોસ્ટ કર્યું એટલે મારા સ્વભાવ પ્રમાણે મારાથી પુછાય ગયું. કે આનો મતલબ ખબર છે તમને.
તો થોડી વાર માં જવાબ આવ્યો કે હા મારો ex એ કોઈક નો સાચો પ્રેમ છે. તો મારાથી કેવાય ગયું કે આમાં તમને જોક્સ જેવું સુ લાગ્યું.
બસ પતિ ગયો હું. એને એટલા બધા શબ્દો કીધા એકીસાથે કે મને વાંચવા માટે 10 મીનિટ લાગી. એમાં એને ઘણું બધું લખ્યું તું પણ એક લાઇન લખી એમ હતી કે . એ કોઈ નો સાચો પ્રેમ હોય જ ના શકે એને બસ વિશ્વાસઘાત જ કરતા આવડે છે. હું એને બોવ સારી રિતે ઓળખું છું. એમ એને લખ્યું તું.
પછી મારા થી ના રેવાનું તો મેં લખી નાખ્યું કે મેડમ આજે તમે પણ એમાં માટે એની ex જ છો ને. તો તમે આ બધું લખ્યું એ પેલો માણસ પણ તમારા માટે કઈ શકે ને.
આટલું કીધું તો એને ના ગમ્યું ને બાય કહી મને બ્લોક કરી નાખ્યો. અરે યાર તમે વિચાર્યું નય કાઈ ને સીધું પોસ્ટ કરી નાખ્યું તો એમાં વાંક કોનો. જરા વિચારો.
#બાકીતમારુશુકેવુછેભાઈબંધ .