તું ચાલતી ગાડી અને હું રખડતો રસ્તો,
મળી જઈએ તો કાઈ ફરવા જઈએ.
તું ખુલી બારી અને હું વહેતો પવન,
મળી જઈએ તો ખુશનુમા થઈએ.
તું ગરમ કોફી અને હું ઉકળતી વરાળ,
મળી જઈએ તો સ્વાદ માણીએ.
તું થનગનતી રોશની અને હું ઠંડો ચાંદ,
મળી જઈએ તો શીતળ થઈએ.
તું ગરમ હવા અને હું ચળકતો સૂર્ય,
મળી જઈએ તો રોશન થઈએ.
તું કોઈ હસીન રાત અને હું સુંદર સ્વપ્ન,
મળી જઈએ તો સાકાર થઈએ.
તું કોઈ સુંદર કાયા અને હું ના દેખાતો આત્મા,
મળી જઈએ તો એકરૂપ થઈએ.
તારું યૌવન અને મારો પ્રેમ,
મળી જઈએ તો પ્રેમ કરીએ.
સપના ની કીમત નથી અને તારી પાસે સમય નથી,
તે કર્યો વિચારીને મને પ્રેમ,
ચાલ હવે વિચાર્યા વગર નફરત કરીએ.
©️Piyush Kajavadara #kavyotsav