દેશ આઝાદ થયોને આજ ઘણાં વર્ષો વિતી ગયાં,
આજ પણ આપણને આઝાદી ખરાં અર્થમાં મળી નથી.....
દેશનું બંધારણ અમલમાં આવ્યુંને ઘણાં વર્ષો વિતી ગયાં,
આજ પણ આપણને બધાંમાં નિર્ણય લેવાની આઝાદી મળી નથી
15મી ઓગસ્ટ 1947એ આપણો દેશ આઝાદ થયો અંગ્રેજોની ગુલામીમાથી,
અંગ્રેજોનું શાસન ગયું પણ આજ પણ જોયે એવી આઝાદી મળી નથી...
આઝાદી તો કહેવા પૂરતી મળી હોય એવું લાગે આટલા વર્ષમાં,
મહિલાઓને અન્યાય સામે બોલવાની આઝાદી મળી નથી....!
26મી જાન્યુઆરી 1950 પછી નવા યુગના ભારતનું નિર્માણ થયું,
નેતાઓના ભ્રષ્ટાચાર, લાલચની ખરાં અર્થમાં આઝાદી મળી નથી....
આઝાદી પછી 75 વર્ષમાં આપણા દેશમાં ઘણો બદલાવ આવ્યો,
નાત જાતના ભેદભાવોવાળી વિચારોમાંથી લોકોને હજું આઝાદી મળી નથી...
#RepublicDay