Quotes by Anil Bhatt in Bitesapp read free

Anil Bhatt

Anil Bhatt Matrubharti Verified

@anilbhatt04
(330)

બાપુ,
માનવો અહિંસાનો "અ"
ભૂલી ગયા છે!
અવનવી માનસિક,શારીરિક,
અને સામજિક હિંસા તરફ
વળી ગયા છે!
અનિલ ભટ્ટ -૧૮/૩૦/૧/૨૩

Read More

બાપુ દેશમાં લોકશાહી નામે ગાય બળદ
હરાયા ઢોરની માફ્ક શહેરમાં ફરી રહ્યા છે,
તેના માલિકો હોવ છતાં!
જેમ તમારા નામે રાજકારણીઓ વરસોથી
સત્તાના મેદાનમાં હરાયા
ઢોરની જેમ ચરી રહ્યા છે!
રાષ્ટ્રપ્રેમ,દેશદાઝ તો અંદરથી આવવા જોઈએ.
એમને તો ફક્ત તમારા
ફોટાવાળી નોટ માં રસ છે!
અનિલ ભટ્ટ

-Anil Bhatt

Read More

ટ્વીન ટાવર જમીનદોસ્ત થઈ ગયો છે.
પણ ભષ્ટાચાર કયાં દફન થઈ ગયો છે?
આપણે જો નહીં સુધરિયે તો બેકાર છે,
લાંચના મૂળિયાનો વિસ્તાર થઈ ગયો છે.
અનિલ ભટ્ટ

Read More

અમે તો ગયા જિંદગીના મન પાંચમના મેળામાં.
ઘણા અવનવા અનુભવો થયા અહીંના મેળામાં.
ચકડોળ કહે ઉપરનીચે નીચેઉપર થતાં રહેવાનું,
હિંમત કદી પણ ના હારવી જિંદગીના મેળામાં.
ચકેડીની જેમ ચકરાવે ચડાવે અહીં લોકો તમને,
અવનવી સવારી કરવી પડે જિંદગીના મેળામાં.
ઉત્તમ બનવું નથી, બધું જોઈએ ઉત્તમ અનિલ,
કૈંક ને ખોયા , તો કૈંક મળ્યા જિંદગીના મેળામાં.
અનિલ ભટ્ટ

Read More

આજે સૂર્ય એ બાયો ચડાવી છે.
વાદળોની સામે બાયો ચડાવી છે.
વર્ષારાણી ની મનમાની કયાં સુધી,
અનિલ એ પણ બાયો ચડાવી છે.
અનિલ ભટ્ટ

Read More

💐સુપ્રભાત❤️🇮🇳વંદે માતરમ્ 🙏💐
અનમોલ ભારતની છે આઝાદી.
સર્વ ને પ્યારી હોય છે આઝાદી.
દરેક કાનૂનને દિલથી અપનાવો,
ના લો કાનૂન તોડવાની આઝાદી.
અનિલ ભટ્ટ

Read More

વરસતા વરસાદમાં
તારા પ્રેમની વાંછટથી
ભીંજાય ગયો!
હું ડૂબી જવા તૈયાર છું
પ્રણયના પૂરમાં,
તું અનરાધાર વરસને!
અનિલ ભટ્ટ

Read More

🇮🇳વંદે માતરમ્ 🇮🇳⛈️
🌧️❤️💐સુપ્રભાત🤝
કુદરતનો કહેર આમ તો નથી.
આ પહેલો વહેલો તો નથી.
હું ને મારા માં કેદ છે માનવો,
પરિયાવરણથી તેને નાતો નથી.
પ્લાસ્ટીકનો ઉપયોગ છોડો ને,
સૂર્ય એમજ વધુ તપતો નથી.
સારા શ્વાસ ભાવિ પેઢી આપ,
તું કાં એકાદું ઝાડ વાવતો નથી.
અનિલ ભટ્ટ

Read More

🇮🇳વંદે માતરમ્ 🇮🇳
❤️⛈️સુપ્રભાત🤝
મોભો,સ્ટેટસ જાળવવા ખોવાઈ ગયો માણસ.
પછેડી તો ટૂંકી છતાં લાંબો થઇ ગયો માણસ.
હર્યા ભર્યા ઘર ને પરિવાર કયાં ખોવાઈ ગયા,
મોબાઈલના વ્યસન મહીં ખોવાઈ ગયો માણસ.
અનિલ ભટ્ટ

Read More

આકાશથી છો છૂટા પડે વાદળ,
ભલે વીજળી ગુસ્સો કરે.
હાથમાં હાથ અને સાથ તારો,
પછી
ઝરમર વરસે કે અનરાધાર
વરસે વરસાદ!
પ્રણયની મોસમમાં
કોણ કોરા રહે?
અનિલ ભટ્ટ

Read More