જોને, ખીલી ઉઠી છે કેવી કુદરત
પણ અહી કોને છે ફુરસદ ..
પક્ષીઓ જોને, ગાય છે ગીત મધુરા
પણ આપણે તો મોબાઈલની રીંગટોનમાં ખોવાણા ..
ઝાડ ફેંકે છે કેવો સરસ મઝાનો પવન
પણ મને તો AC વગર કયાં પડે છે ચેન..
રાતરાણી કેવી ઉઠી છે મહેકી, ગુલાબ છે ખીલ્યા
પણ મે તો ફ્લાવરપોટ મા પ્લાસ્ટિકના ફૂલ છે ખોસ્યા
ચાંદ અને સુરજ ફેલાવે છે મસ્ત રોશની
પણ મને ક્યા છે ફુरસદ જોવાની..
જીવું છુ મશીનો વચ્ચે,
માણસો મને ક્યાથી ગમે
#priten 'screation#