મિત્ર એટલે એક એવો ડૉકટર, કે જે હૃદયના ઘા પર જાણે અજાણે મલમ લગાવી જાય અને ખબર પણ ના પડે કે ઈલાજ થઈ ગયો! અહીં મજાની વાત તો એ છે, કે આ ડૉકટરને પોતાને જ ખબર નથી હોતી કે તકલીફ શું છે; છતાં પણ તેની પાયા વિહોણી વાતો તેના મિત્ર માટે દવાનું કામ કરી જાય છે...
#happyfriendshipday