જિંદગી નો સાર નિસ્વાર્થ પ્રેમ વહેંચવો
જિંદગી માં બધા ને કોઈક ને કોઈક પ્રત્યે થી પ્રેમ નું સંપાદન જરૂર થતું હોય છે, એ પછી માતાપિતા હોય , કે પછી પ્રેમી અથવા પ્રેમિકા હોય , કે પછી પરમ મિત્ર હોય , કે પછી આપડા સંપર્ક ના કોઈપણ વ્યક્તિ હોય , એ તરફથી આપણને નિસ્વાર્થ પ્રેમ ની છાયા અવશ્ય મળતી રહેતી હોય છે!.
પણ આપણે શું એ પ્રેમ ના બદલા માં એને સવાયું કરી ને આપીએ છીએ જો જવાબ આપણી અંતરાત્મા ના આપી શકે તો હે મિત્ર કંઈક ખૂટે છે! તો મિત્ર જેને તને નિસ્વાર્થ પ્રેમ ની છાયા આપી તો તારી પણ કંઈક ફરજ બનવી જોય એ કે મારે પણ એને આ પ્રેમ રૂપી વર્ષા થી એને તરબોળ કરવી જ છે! કરવી છે! જયારે એ ભાવ સાથે તમે પ્રેમ નું સંપાદન કરશો ત્યારે તમારી અંદર એક નવી જ ઉર્જા નો સંચાર થશે અને એના પ્રભુત્વ થી તમારા દિલો દિમાગ માં નવી રોશની નો સંચાર થશે!
તો સાર નો સાર એ છે કે પ્રેમ ને નિસ્વાર્થ ભાવે વહેંચો!!!
#Abstract