Poem Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

Poem Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful Poem quote can lift spirits and rekindle determination. Poem Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

Poem bites

~Inal

મિત્ર હસાવી પણ શકે અને ફસાવી પણ શકે..
દુ:ખમા દુ:ખી ને સુખમાં ખુશી પણ રહી શકે..
સમય આવ્યે સાથ આપી પણ શકે ને હાથ છોડી પણ શકે..
જેની સાથે વાત કરવાથી મન હળવું પણ થાય ને મન વિચારવા મજબુર..
દોસ્ત/ભાઈબંધ સાથે બીજા ધણા સંબંધ પણ નિભાવી જાય તો દોસ્તીના વાદા પર સ્વાર્થના પાયા પર પણ ઊભી જાણે..
નીર સમી મગર ને માછલી રહે સાથે બીજી તરફ જાળમા ફસાતા કરે બચાવ પેલા પોતાનો..
જરૂરીયાત મુજબ મોઢામાં ખાંડ ને મીઠાનો ઊપયોગ પણ કરી જાણે..
દ્વારિકા નગરીમા સોનાનાં હિંડોળા પરથી કૃષ્ણ સુદામા નામ સાંભળતા તેની પાસે જવાની તલપથી દોડવા લાગે તે મિત્ર..
પોતાના મિત્ર તરફ થતા ઘાવને જીલવા તત્પર રહે ને બીજી તરફ તેનાથી બમણાં ઘાવ પાછળથી વાર કરે..
સ્વાર્થ ભરી દુનિયામાં જ્યા પોતાના સગા જેમની સાથે લોહીનાં સંબંધ તેનાંથી ચડિયાતો થઈ આપણને આપણા પોતાના હોવાનો અહેસાસ કરાવે મિત્ર...

~ઈનલ

*(મારી બહેનપણી રુપે બહેન સમી કપીલાના કહેવાથી ફોટોની ક્રુતિને શબ્દોમા કંડારવાનો પ્રયાસ)



#stories #matrubharti #friend #story #competition #poem #poetry

મારી સરળતા ~ઈનલ

કોઈના સહારે નથી રહેવા દેતી મને
મારી સરળતા..

કોઈ પણ પરિસ્થિતિમા અડગ/અડીખમ ઊભાં રહેવાની હિંમત આપે છે મને
મારી સરળતા..

કોઈ પણ સંબંધને ટકાવવામાં અને નિભાવવામાં મદદ કરે છે મને
મારી સરળતા..

ઝંખું જે હું એ પામવાનો રસ્તો બતાવે મને
મારી સરળતા..

ધીરજથી બધા કામો કરવા માટે પ્રેરણા આપે છે મને
મારી સરળતા..

માનવતા / સહજતાના ભાવ સાથે વર્તવા પ્રેરે છે મને
મારી સરળતા..

હર ઘડી / પલમા આનંદ માણતા / લેતા શીખવે છે મને
મારી સરળતા..

માનવ-માનવ વચ્ચે ભેદ કરતા વધુ ભાવને પ્રાધાન્ય આપે છે
મારી સરળતા..

શું સરળ રહેવું સરળ છે.!?



#inal #simplicity #matrubharti #poem #gujarati

તરસ્યા પક્ષી ને પાણી આપવું એ આપણો ધર્મ છે
#poem #Gujarati