#AJ #MATRUBHARTI
*લગ્ન... ( એ જરૂરી તો નથી... )*
કહે છે સૌ કોઇ થાય એવું જ એ જરૂરી તો નથી,
બે દિલોનો મેળ હોય ત્યાં ખુશી પારાવાર હોય,
એ જરૂરી તો નથી...
ક્યાંક કોઈની સંમતિ, તો ક્યાંક કોઈની મજબૂરી,
નક્કી કરે છે ભવિષ્ય, હવે સઘળું સુખદ જ હશે,
એ જરૂરી તો નથી...
સમજદારી, વફાદારી, જવાબદારી જોતરવી પડે,
આમજ અમસ્તું ગાડુ જીવનનું ચાલતું જ રહેશે !
એ જરૂરી તો નથી...
ક્યાંક હું ઓછો પડું તો તું સાચવજે, તું પડે તો હું !
લગ્નનગ્રંથિમાં બંધાયેલા સૌ કોઈ એકરૂપ જ હોય,
એ જરૂરી તો નથી....
સારું લખવું, સારું બતાવવું વિવાહ માટે હંમેશા,
લખેલું હોય જે પણ, હકીકતમાં પણ એ જ હોય,
એ જરૂરી તો નથી....
સૌ કોઈ કવિ છે અહીંયા, બે ત્રણ તો હશે જ દર્દમાં,
હાસ્ય ભલે લખ્યું, પણ વેદના એમણે સહી ના હોય,
એ જરૂરી તો નથી...
પ્રેમનું એ પ્રતીક છે લગ્ન, મિલનનો એક અર્થ છે લગ્ન,
સમર્પણની ભાવના હોય ત્યાં સાબિતી આપવી જ પડે,
એ જરૂરી તો નથી....
વિપરીત એક હકીકતને શબ્દોમાં લખવાની કોશિશ કરી,
કોકની વ્યાખ્યા દર્દ પણ હોય, લગ્ન એટલે સુખ જ હોય,
એ જરૂરી તો નથી...
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*