#AJ #MATRUBHARTI
*મહેફિલ...*
તારી મહેફિલમાં આવી તને જ બદનામ કરીશ,
દીધેલ તારા જખમના બધા ઘાવ ખુલ્લા કરીશ.
લોકો પણ તો જાણે તારી પ્રેમ કરવાની રીત ને,
આજ એજ વફાના મુખોટા ને બેનકાબ કરીશ.
જોવા છે મારે પણ આંસુ એ નિષ્ઠુર આંખોમાં,
વેદનાની વ્યાખ્યાથી પરિચિત આજ તને કરીશ.
છીનવી લઈ શબ્દો તુજથી, તને મૌન કરી દઈશ,
ના આપી શકે તું પ્રમાણ એ હદે લજ્જિત કરીશ.
કરી જે ભૂલ ! હવે ભૂલમાં પણ તું ફરી ના કરે,
નહિતર ! કટારી મારી, તારા કાળજે સમાવિશ !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*