#AJ #MATRUBHARTI
*વાત મને વફાની હવે સારી નથી લાગતી...*
આંસુ આંખોમાં તારી, વાત મને હવે એટલી ગંભીર નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !
દર્દ દિલનું તારા, જોઈ મને હવે એટલી તકલીફ તો નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને હવે વફાની સારી નથી લાગતી !
કર્યો હતો એકવાર, વિશ્વાસ ફરી કરવાની હિંમત નથી ચાલતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !
ના બતાવ આમ લાચારી, આ હૃદયને કશે હવે માયા નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !
તે જ બનાવ્યો પથ્થર, ફરી મીણ બની પિગળવાની અસર નથી લાગતી,
કે બેવફાઈ પછી તારી, વાત મને વફાની હવે સારી નથી લાગતી !
*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*