#AJ #MATRUBHARTI
હઠ...
' હાં ' સાંભળવા તારા હોઠે,
કાન મારા આતુર થાય છે !
મન બન્યું છે ચિંતાતુર મારું,
હ્રદયે ધબકાર તેજ થયા છે !
નખરો છે કે હઠ છે તમારી,
કેવા તમે આ કામણ વેર્યા છે ?
શાને તડપાવો આમ મુજને,
પ્રેમ કરી શું અમે વેરી થયા છે ?
હોય બીજું મનગમતું તુજને,
તો કહી દેજો હાલ જ મને !
ભુલાવી દઉં હું ચાહત મારી,
જેની ચાહત કોઈ ઓર થયા છે !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.