રંગ બદલતી આ દુનિયામાં એક તારો સાથ મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?,
સફર ભલે કઠિન હોય આ હાથોમાં તારો હાથ મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?,
આ પતઝડ જીવનમાં તારી લાગણીની વસંત મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?,
મારી થાકીને હરેલી જિંદગીને તારો વિસામો મળી રહે,
બસ એનાથી વિશેષ તો શું હોય?..
#Alwyas smile 😊❤️
✍️Meera soneji