AJ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

AJ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful AJ quote can lift spirits and rekindle determination. AJ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

AJ bites

ગુજરાતી રસધારા સ્પર્ધા ગ્રુપમાં ફરીવાર મારી રચના " દયા " ને પ્રથમ સ્થાન ના ત્રણ વિજેતામાં પસંદગી કરવામાં આવી.

#AJ #દયા
*દયા...*

કોઈની મજબૂરી જાણી,
અહેસાનનું ધીંગાણું કરી,
દયા નું તું એને નામ નાં આપ.

ઘડી ભરની લાચારી માટે,
બે પળની ખુશી જતાવી,
આજીવન એને સજા ના આપ.

એના કરમ નું એને મળશે,
પાપ હશે તો એય ભોગવશે.
નિર્ણાયક બની તું નિર્ણય ના આપ.

મનેખ છે મનેખ જ રહે,
કરી ગતકડાં ભાગ્ય બદલવાના,
પોતાને જ તું ઈશ નું નામ ના આપ.

*મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.*

#AJ #simranmistry #મા #પાલવ

તારા પાલવ સમો છાંયડો...!

નીકળી ગઈ જિંદગી સુખ સગવડતા શોધવામાં,
પણ, તારા પાલવ સમો છાંયડો કશે ના જડ્યો !

યાદ છે ! જ્યારે હું બહાર રમી થાકીને આવતો,
ને મોં પર ફેરવી એ પાલવ મારા થાકને સમાવતો.

હવેતો બસ આવું છું જ્યારે પણ ખોખાના ઘરમાં,
પસીનો દૂર થાય છે, પણ હ્રદય તો જો થાકેલું જ!

યાદ છે મા, મોં એઠું થતાં કેવી તું પાલવે લૂછતી !
આ ટીસ્યુ છે હવે ને તારા પ્રેમની ઉણપ વર્તાય છે.

નિરાંતે તો ના કહું ! પણ ક્યારેક એકલો બેસીને !
વિચારું છું ! શું પામવાને હું આટઆટલો દોડ્યો?

થાકી - હારી જીવનના આ પડાવ પર પહોંચીને !
પણ ! તારા પાલવ સમો છાંયડો કશે ના જડ્યો !

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.

#AJ

પાલવ...

પાલવની આડે આંખોથી ઈશારો કરે છે,
જુઓ તો! એ શું કહેવાની કોશિશ કરે છે!

નૈન ડોલાવી કેવાં અવનવા કરતબો કરે છે,
કરી જાદુગરી દિલપર પ્રેમના પ્રહાર કરે છે !

ઘાયલ કરી મને શ્વાસ મારા મધ્ધમ કરે છે,
જામ છલકાવી જોબનના મદહોશ કરે છે!

ધીમી રણકતી પાયલ કંઇક તો વાત કરે છે,
છન છનમાં જાણે મારા નામનું રટણ કરે છે.

ઊંઘ ઉડાવી, મારા સપના પર એ હક કરે છે,
સપનાની વાટે દિલમાં એ પાકું મુકામ કરે છે!

મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.