#AJ #simranmistry #મા #પાલવ
તારા પાલવ સમો છાંયડો...!
નીકળી ગઈ જિંદગી સુખ સગવડતા શોધવામાં,
પણ, તારા પાલવ સમો છાંયડો કશે ના જડ્યો !
યાદ છે ! જ્યારે હું બહાર રમી થાકીને આવતો,
ને મોં પર ફેરવી એ પાલવ મારા થાકને સમાવતો.
હવેતો બસ આવું છું જ્યારે પણ ખોખાના ઘરમાં,
પસીનો દૂર થાય છે, પણ હ્રદય તો જો થાકેલું જ!
યાદ છે મા, મોં એઠું થતાં કેવી તું પાલવે લૂછતી !
આ ટીસ્યુ છે હવે ને તારા પ્રેમની ઉણપ વર્તાય છે.
નિરાંતે તો ના કહું ! પણ ક્યારેક એકલો બેસીને !
વિચારું છું ! શું પામવાને હું આટઆટલો દોડ્યો?
થાકી - હારી જીવનના આ પડાવ પર પહોંચીને !
પણ ! તારા પાલવ સમો છાંયડો કશે ના જડ્યો !
મિલન લાડ. વલસાડ. કિલ્લા પારડી.