Quotes by Asmita Ranpura in Bitesapp read free

Asmita Ranpura

Asmita Ranpura

@asmitaranpura1187


કરે રમત
અધખુલ્લે બારણે
રવિ પ્રકાશે

હું આવું મહી
ડોકિયાં કરે રવિ
તોફાની આંખે!!

કરતાં હૂંફ
ઠરતાં ટાઢે લોક
રવિ પ્રકાશે

અસ્મિતા રાણપુરા "અસિ"

Read More

કહો જિંદગી
ને વન્સ મોર યાર
જીવો જિંદગી
Asi

થાક તો "અસી" છે જ
પણ શેનો !!!!
ઉંમર સાથે વધતી સમજણ નો કે
વણકહેલ ઇચ્છાઓ નો !!
સંબંધોના સાર નો કે
સ્વીકારેલા સંજોગો નો !!
દેખીતા વહાલ નો કે
ના દેખાતા વેર નો!!
પ્રારબ્ધના કોઈ ડર નો કે
માણેલી જીંદગી નો!!
સવાલો ની સરવાણી નો કે
ન મળેલા જવાબો નો..!!

Read More

આ વાંચ્યું અને શેર કર્યા વગર ના રહેવાયું...

Hello...
મારા દીકરાના મરેજ થાય પછી દીકરી નો
વારો..(૨ વર્ષ પછી પણ કરવા જ પડશે ને
સમાજ નો નિયમ છે) તો હું વિચારતી હતી
કે કરિયાવર માં શું આપવાનું?

તો મેં આવું લીસ્ટ બનાવ્યું છે કઈ રહી જાતું હોય તો કહેજો please..
કરિયાવર નું લીસ્ટ..

કરિયાવરમાં એક ફેવિકોલ આપવું છે જે પપ્પાના નામને દીકરીના નામ સાથે કાયમને
માટે જોડી રાખી શકે.

એક એમ-સીલ વોટરપ્રૂફિંગ એક્સપર્ટ પણ આપવું છે જે દીકરીની આંખોમાંથી ટપકતા પાણીનું કાયમી સોલ્યુશન લાવી શકે.

કરિયાવરમાં આપવું છે એક સ્ક્રેચ ગાર્ડ
અને ગોરિલા ગ્લાસ જે દીકરીના શરીર
અને જમાઈની સંવેદનાઓ પર પડતા
ઉઝરડાઓ અટકાવી શકે.

એક ૬૪ GBની પેન ડ્રાઈવ આપવી છે
જેમાં દીકરીએ પોતાના ઘરે વિતાવેલો
ભૂતકાળ સ્ટોર કરીને રાખેલો છે.

કરિયાવરમાં આપવો છે એક સ્પેશીયલ દરવાજો જે બહારની તરફ પણ ખૂલી શકે. જમાઈના ઘરને બારીઓ ન હોય તો ચાલશે, જમાઈના મનમાં બારીઓ હોવી જોઈએ.

બોલી શકે એવો અરીસો કરિયાવરમાં
આપવો છે જે રોજ સવારે દીકરીને યાદ
કરાવી શકે કે તું બહુ જ સુંદર છે...😘

કરિયાવરમાં આપવી છે એક સાવ નવરી ઘડિયાળ. બીજું કોઈ આપે કે નહિ, દીકરીને ઘડિયાળ તો પૂરતો સમય આપશે જ.

એક સીસીટીવી કરિયાવરમાં આપવું છે. દીકરીઓ બહુ સારી એક્ટિંગ કરે છે. એ એક્ટિંગ ટીવી પર જોવી છે...😍

કરિયાવરમાં આપવો છે સોય-દોરો જે
દીકરીના રોજ તૂટી રહેલા સપનાઓને
સાંધી શકે...

કરિયાવરમાં આપવો છે જીવનમાં દીકરી
હોવાનો અર્થ, જે સાવ વેરાન મકાનમાં
પણ ઘર બાંધી શકે....🙏...

Dr Nimit Oza

Read More

ટહુકો ભર્યો કોયલે ને
સમાયું લાગણી વસંત
જાણે શ્વાસ માં
Asi

પવન ની પાંખે બેસી ઉડી
એ ઝાંકળ ને
સૂરજ ને મળવા ના કોડ
Asi