વિપરીત પરિસ્થિતિઓમાં,મોટી પરેશાનીમાં, ટૂટતી જીંદગીમાં,
પોતાને સંભાળવું, વિપત્તિઓમા લડવું, દર્દને હાસ્યમાં ફેરવવું,
દુઃખમાં પ્રેરણા લઈને દર્દને સકારાત્મક મોડમાં લાવવું,
એનું નામ છે,
જીવન જીવવાની કળા.
પીડાના પગથિયાં પર હસતાં હસતાં ચડવું,
અપિ્ય ઘટનાઓને ,છુપાવેલી ભાવનાઓને,
કામને, રચનાત્મક નીડરતા અને હિંમતથી,
પ્રસ્તુત કરવું,
એનું નામ છે સર્વશ્રેષ્ઠ જીંદગીની સાચી પ્રસ્તુતી
એટલે જીવન જીવવાની કળા.
#કલા
ખુશી ત્રિવેદી