તારી દરેક મહેફિલને હું સજાવીશ,
તારી આંખો બંધ થતાની સાથે હું સપનાની જેમ આવીશ,
તારી દરેક લાગણીનો હું સાથ આપીશ,
દિલથી તો સૌ એક થયા હું તો તારી આત્મામાં સમાઈ જઈશ,
સામે હોય ત્યારે તું જ બોલજે હું તારી દરેક વાતો સાંભળીશ,
તારી યાદ તો બહુ આવશે પણ એને એક સુખનો પલ ગણી ફરી ભૂલી જઈશ...
એક નહિ થઈએ તો શું થયું
તારી ઈચ્છા બની હું આવીશ
તારી સાચી દુનિયા બતાવીશ,
તારી મારી દુનિયા અલગ છે બસ આટલું સમજાવી ફરી જતો રહીશ,