"ચાલને, સંબંધોની એક નવી શરૂઆત કરીએ."
ચાલને, સંબંધોની એક
નવી શરૂઆત કરીએ...
નથી પહેચાનતા આપણે એક બીજાને,
વિશ્વાસ મુકીને દોસ્તીની રજુઆત કરીએ...
ચાલને,...
ઘેરાઈ આવ્યું છે દિલ
હવે સ્પષ્ટ ચહેરાઓની રમત થી...
અજાણતી દોસ્તી ને
અસપષ્ટ વિશ્વાસ નો સ્વીકાર કરીએ...
ચાલને,..
બવ બધાને જોયા જાણીતાને મેં...
પીઠ પાછળ ખંજર, નેં મુખે સારુ બોલતા...
આજ મોઢે સાચું બોલતા,
અજાણ્યાં લોકો નો સાથ કરીએ
ચાલને,..
બે કદમ તું ચાલને...
બે કદમ હું ચાલું...
આમ, દોસ્ત સંબંધની એક
નવી શરૂઆત કરીએ...
ચાલને,...
ઉદય મણીયાર