એક વાર ફરી તું મને મળી તો જો,
ત્યાંજ ઉભો છું પાછળ વળી તો જો.
જાગું છું બસ અલગ થયો ત્યારથી,
સ્વપ્નો છોડ, તું હકીકત બની તો જો.
મજબૂરી તો બધાને હોય તો શું થયું,
હારશેજ દુનિયા પણ તું લડી તો જો.
સાંજની પણ પોતાની એક મજા છે,
તું પણ કદી સૂર્ય માફક ઢળી તો જો.
બન્યા એકબીજા માટે છીએ ,
કુદરતનો સંકેત કદી તું કળી તો જો.