Quotes by Dr Vaibhav G Patel in Bitesapp read free

Dr Vaibhav G Patel

Dr Vaibhav G Patel

@drvaibhavpatel


દોસ્તી એટલે... એવા સંબંધ કે જ્યાં,,, ભગવાન પણ પૂર્ણવિરામ નથી મૂકી શકતા...

જયારે કારણ વગર આનંદની અનુભૂતિ થાય....

ત્યારે સમજવા નુ કે જગત મા કોઈ નુ કોઇ તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે. . .

Read More

*સુખ નું ક્યાંય સરનામું નથી, 'ને*

*દુઃખ નું ક્યાંય દવાખાનું નથી..!!*

*જિંદગી ની બુક માં સૌથી સારું પેજ*
*સાહેબ*
*બાળપણ નું હોય છે..*

વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ....

મારી 'મા'ની ભાષા, માતૃભાષાથી પ્રેમ છે મને,
અને તેનાથી ઉદભવતી આશાથી પ્રેમ છે મને.

બોલું, લખું કે સાંભળું તો યાદ આવે મારી 'મા',
તે 'મા'ની જેમ, ગુજરાતી ભાષાથી પ્રેમ છે મને.

શબ્દે શબ્દે ટપકે છે સંવેદનાઓ, માતૃભાષામાં,
અને લાગણીઓને મળતી વાચાથી પ્રેમ છે મને.

Read More

માનસપટ ઉપર છવાયું હોય કોઈ,
બીજા બધાથી સવાયું હોય કોઈ,

આખી દુનિયા ભલેને રહે રહસ્ય,
ફક્ત એક જ સમજાયું હોય કોઈ.

ક્યાં કશું જોઈએ પછી દુનિયામાં,
જો આત્મા સુધી સમાયું હોય કોઈ.

સ્વપ્નો ને ખયાલો જેનું સરનામું,
એે જ મળે, જે વિચાર્યું હોય કોઈ.

નસીબદાર છું કે એનો સંગાથ છે,
'વૈભવ' માટે જે રચાયું હોય કોઈ.

Read More

દારુણ ગરીબી સખત,
કાયમ તપસ્યા સતત.

લૂંટતા રહ્યા બધા જ,
બદલાયો નહીં વખત.

મળ્યું છે ફક્ત આ જ,
ઓછપ, ઉણપ અછત.

મળી ના શકી ક્યારેય,
જાહોજલાલી તે પરત.

અમીરોને જ સાચવે,
રાજનીતિની આ રમત.

રડે હૃદય 'વૈભવ'નું,
કરવું છે કશુંક તરત.

Read More

સાતે દરિયા આ આંખોના રણમાં ઉતરી આવે,
જ્યારે જ્યારે તું મારા સ્મરણમાં ઉતરી આવે.

આ ભવનો આશય હવે ફક્ત તૂજને પામવું છે,
બધી આતુરતા મિલનના તે ક્ષણમાં ઉતરી આવે.

શું પુરાવો આપું, તુજથી દૂર રહીને આજે અહીં,
એક તારો જ ચહેરો દરેક જણમાં ઉતરી આવે.

સ્થિર થઈ આંખો હવે તારા આવવાની રાહ પર,
ફરિશ્તા રૂપે હવે મારા આંગણમાં ઉતરી આવે.

મહેચ્છા એકમાત્ર છે, જો સાંભળતા હોય તો,
'વૈભવ' જાતે ઈશ્વરના શરણમાં ઉતરી આવે.

Read More

મોહ મારો, તું ફરીથી લગાવે,
હું રડું અને તું મને ચુપ કરાવે.

હવે એ સંબંધ ક્યાં આપણા કે,
હું રિસાઉં અને તું મને મનાવે.

ક્યાં છે તું હવે મારી સંગાથે કે,
ગાંડાવેડા કરીને, મને હસાવે.

બસ ગણું છું દિવસો વિરહના,
કે પ્રેમ ફરીથી અપાર જતાવે.

તું આવે વળીને, રાહ જોઉં છું,
અને મને ગમતી રીતે સતાવે.

ઝખ્મો સાચવું બધાં 'વૈભવ',
કે તું તેમનો ઈલાજ થઇ આવે.

Read More

અડધા ભરેલા જામને, અડધો ભરેલો માનું છું,
બાકી છે એ ય ભરાશે ચોક્કસ, એ હું જાણું છું.

અતીતમાં રહેનાર ઊંઘે, ભવિષ્ય વિચારનાર ડરે,
વર્તમાનમાં જીવનારની જેમ હું ખરેખર જાગું છું.

કીડીને કણ, હાથીને મણ, નક્કી છે, મહેનતથી,
જે આપ્યું છે તેણે, તે સાચવી શકું, એ માંગુ છું.

જેટલી આ દુનિયા મારી, એટલી બીજા જીવોનીય,
સમસ્ત જગતના સજીવોનું હિત સદા હું ચાહું છું.

રસ્તો મારો એ જ જે સત્યને સાથે રાખે ,
થોડો ઘણો મીઠો તો થોડો કડવો ઘણાને લાગું છું.

Read More