એક વહેલી સવાર, એક ગમતો સાથ..એક કપ કોફી..બીજુ શુ જોઈએ?
એક સુંદર પ્રાર્થના, થોડોક વિશ્વાસ ને સામે ભગવાન..બીજુ શુ જોઈએ?
એક મનગમતી સાંજ, થોડીક મસ્તી સાથે મિત્રોનો સંગાથ..બીજુ શુ જોઈએ?
એક રાત, ઉંઘનો અભાવ ને ગમતા પુસ્તકનો સાથ..બીજુ શુ જોઈએ?
એક તહેવાર, ગમતા લોકો ને હૈયે સહેજ હરખ..બીજુ શુ જોઈએ?
એક ગમતો રસ્તો, ચહીતા ગીત સાથે એક લોન્ગ ડ્રાઈવ..બીજુ શુ જોઈએ?
એક આહલાદક સાંજ, થોડુ એકાંત સાથે થોડીક યાદ.. બીજુ શુ જોઈએ?
- Nikee