Quotes by Nikee gami in Bitesapp read free

Nikee gami

Nikee gami

@nikeegami


મને ખબર છે તુ નઈ જ આવે
તો પણ તારી રાહ જોવી ગમે છે
કેહ ને મને એવું કેમ છે

નામ સાંભળતા તારું હજીયે,
શ્વાસ થંભી જાય છે
કેહ ને મને એવું કેમ છે

વર્ષો થઇ ગયા વાત ને
ને હજીયે, એ વાતો પર હસી જવાય છે
કેહ ને મને એવું કેમ છે

કયારેક થાય છે કે મળીશ રસ્તા પર અચાનક,
અને રસ્તો જ ખોવાઈ જાય છે
કેહ ને મને એવું કેમ છે

જરીક થંભી ને તુ પણ જો ને
મારી કેટલીક યાદો તારી પાસે છે પછી
કેહ ને મને એવું કેમ છે

આટલી જ્વાબદારીઓ વચે પણ ક્યાંક
પાલવ ના સોડ માં તને સંતાડી દેવાનું મન થાય છે
કેહ ને મને એવું કેમ છે

હજીયે આશા છે કે મળીશ મને
ખબર નહીં ત્યારે બોલી શકીશ કે કેમ
પણ તું કેહ ને મને કે એવુ કેમ છે

— Nikee

Read More

કોઈ આથમતી સાંજે તુ દરવાજાને તાકી રહીશ,
ને ડબલ ડોરબેલ સાથે દરવાજો ખખડાવા હું નહીં હોવ

કયારેક નાની નાની વસ્તુ ભૂલી જઈને,
તને એમ પજવવા હું નહીં હોવ

ડ્રેસિંગ ટેબલ પર તને તૈયાર થતી જોવા,
ને તારો હાથ પકડી મીઠી ચેષ્ટા કરવા માટે હું નહીં હોવ

તું ઇચ્છીશ કે હું તારી સાથે રહુ,
રાત્રે પડખું ફેરવીશ ને તારા પડખે હું નહીં હોવ

તારે વાતો કરવી હશે ઘણી,
ને તારી અટપટી વાતોનો જવાબ દેવા હું નહીં હોવ

તારી આસપાસ આખી દુનિયા હશે,
ને એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહીં હોવ!!!

- Nikee

Read More

એક સવારે હુ નઇ હોવ,ને મારા પછી પણ સવાર થશે,
મારી વણકહી કેટલીયે વાતો તારી સામે બેસી તને ટગર ટગર જોશે

મારા શબ્દોના અધૂરા અર્થો તને સવાલ પૂછશે ને મારા સવાલો સજીવ થઈ હસી પડશે..તારા ભીતર

તારી અત્તરની સુગંધમા તારા શર્ટના તૂટેલા બટનમા,ચા ની ચૂસ્કીમા બધે જ હુ હોઈશ પણ તને પ્રત્યક્ષ નહી થાઉ

અરીસા પર ચોડેલી એ બિંદીઓ પર પણ આજે તને વહાલ આવશે

તારી સાથે કકળાટ કરવાવાળુ કદાચ કોઈ નહી હોય,
તારા કાને મારી દલીલો ને આંખે સહેજ ઝળઝળિયા હશે

એક ક્ષુબ્ધ ડૂમો ડૂસકુ બની વરસી પડશે,

એક સવારે હુ નઇ હોવ,ને મારા પછી પણ સવાર થશે!

-Nikee

Read More

નામ વીનાનાં સગપણનું પણ,
એક નામ હોવું જોઈએ

એનો હાથ ઝાલીને બેસવું છે,
એવું મન ક્યારેક કહેવું જોઈએ

ભલે ને વાપરે લાલ કે કાળી શાહી,
યાદોનો ગુલદસ્તો તો હંમેશા લીલો જ હોવો જોઈએ

કશું જ નથી જોઈતું તારા પાસેથી,
બસ તારા ચહેરા પર એક હાસ્ય હોવું જોઈએ

આવું કહેવા વાળું ક્યાંક.. કોઈક,
જીવનમાં હોવું જોઈએ

જે નથી આપણું છતાંય,
આપણું હોવું જોઈએ.

- Nikee

Read More

તદ્દન તારા જેવી જ લખવી છે ગઝલ,
તક મળી જાય તો સામે બેસાડું તને

તારા માં હું ને મારામા તું શ્વાશ લે,
એવું સ્હેજ વળગણ વળગાડું તને

તું આમ સુરજ સામે જોયા ના કર,
ચાલ છત પર ચાંદ દેખાડું તને

રમત રમતમાં જ ભલે ને પણ,
ખો આપી મારી પાછળ ભગાવું તને

આવ જરીક બેસીએ જોડે,
ઘરડા થયા વગર જિંદગી જીવતા શીખવાડું તને  

- Nikee

Read More

કોઈ સરખી સંભાળ નઈ ને,
સાવ ખોખલી પંપાળ શા માટે?

મન ને ગમતું એ વ્હાલ નઇ ને,
સાવ અમથો અમસ્તો પ્રણય શા માટે?

એકાદ સાચી પાનખર નઈ ને,
સાવ લોભામણી વસંત શા માટે?

કોઈ વસ્તુની અવગણના નઇ ને,
સાવ નાહક નો સ્વીકાર શા માટે?

ડૂબી જઈએ એ ઊંડાણ નઇ ને,
સાવ છીછરા પાણીમાં છબછબીયા શા માટે?

- Nikee

Read More

#LoveYouMummy

વ્હાલી માઁ,


આમ જોઈએ તો તને પત્ર લખાય જ નહિ, તારા માટે તો આખો ગ્રંથે'ય  ઓછો પડે...


તું મીઠા જેવી છે તારી હાજરીની ક્યાંય નોંધ લેવાતી નથી પણ ગેરહાજરી બધું જ બેસ્વાદ બનાવી નાખે છે..ખબર છે અમે તારા પર ઘણીવાર ગુસ્સામાં ગમે એ બોલી નાખીએ છીએ પણ માઁ ગુસ્સો કરવાનો હક પણ બહુ નજીકના લોકો પર જ હોય છે.


તારા સાથેનો મારો સંબંધ દુનિયા કરતા 9 મહિના પહેલાનો છે..તારું ઋણ તો કદાચ હું કોઈ દિવસ ઉતારી નહિ શકું ને સાચું કહું તો મારે ઉતારવું પણ નથી મારે હંમેશા તારા ઋણી જ  રેહવું છે..પપ્પાને અમે 'તમે' કહીને બોલાવીએ છીએ ને તને અમે તુંકારાથી, મને ઘણી વાર થાય છે કે તને માન આપું તને પણ તમે કહું પણ એવું કહેવાથી પોતીકાપણુ ઓછું થઇ જતું હોય એમ લાગે છે કેમ કે હું તારો અંશ છું.


પપ્પા કમાઈ લાવે છે એને કદાચ ધન કહેવાય પણ તું જ એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે છે... અનાજને ભોજનમાં પણ તું જ પરિવર્તિત કરે છે.તને હંમેશા એવું કહેતા સાંભળી છે કે મેં કોઈ દિવસ નોકરી નથી કરી કે ઝાઝું ભણી નથી..પણ તે એક ઘર અને અમને સંભાળ્યાં છે એ પણ કોઈ પણ જાતના વેતન વગર ને એ કોઈ નોકરી કરતા ઓછું નથી...ભગવાનએ તને એની બાજુમાં લગોલગ બેસાડી છે.એટલે જ કદાચ ભગવાનને પણ માઁનું વધારે મહત્વ છે... કૃષ્ણ એ "માતૃ હસ્તે ભોજનમઃ " વરદાન માંગીને હંમેશાને માટે દરેકને સંતોષની પ્રાપ્તિ કરાવી છે.


ટૂંકમાં એટલું કહીશ કે તારા માટે કોઈ પણ ઉંમરે હંમેશા હું તારું નાનું બાળક જ રહીશ. જેને તું આંગળી પકડીને ખરું ચાલતા શીખવજે.


તારી દીકરી. 

Read More

#kavyotsav

એક સવારે હુ નઇ હોવ,ને મારા પછી પણ સવાર થશે,
મારી વણકહી કેટલીયે વાતો તારી સામે બેસી તને ટગર ટગર જોશે,
મારા શબ્દોના અધૂરા અર્થો તને સવાલ પૂછશે ને મારા સવાલો સજીવ થઈ હસી પડશે..તારા ભીતર,
તારી અત્તરની સુગંધમા તારા શર્ટના તૂટેલા બટનમા,ચા ની ચૂસ્કીમા બધે જ હુ હોઈશ પણ તને પ્રત્યક્ષ નહી થાઉ,
અરીસા પર ચોડેલી એ બિંદીઓ પર પણ આજે તને વહાલ આવશે,
તારી સાથે કકળાટ કરવાવાળુ કદાચ કોઈ નહી હોય,
તારા કાને મારી દલીલો ને આંખે સહેજ ઝળઝળિયા હશે,
એક ક્ષુબ્ધ ડૂમો ડૂસકુ બની વરસી પડશે,

એક સવારે હુ નઇ હોવ,ને મારા પછી પણ સવાર થશે!

-Nikee

Read More

#kavyotsav

તું સવારનું એ સુંદર ઝાકળ હોય,
ને હું સૂરજની કિરણ બની ઉતરું

તું એક ક્ષણ માટે ડાળખી બની જા,
હું કૂંપળની જેમ ફુટૂ

તું હાથ પર તારું નામ લખી દે,
હું એકડાની જેમ તેને ઘુંટુ

તું સહેજ વ્યસ્ત બની જાય તો'યે,
સમય પાસેથી તને ઝુંટુ

તું પાનખર મટી વસંત બન હવે,
હું એ લ્હાવને લખલૂટ લુંટુ

તું બગીચામાં જઈ મહેકી તો જો,
હું ગુલાબની માફક તને ચૂંટુ...!!!

- Nikee

Read More

#kavyotsav

માઁ નો તું અંશ છે બેટા, ઓળખ છે તું પાપા ની,
કરે છે ઘણી રકજક તો'ય, ઘણી લાડલી તું ભાઈ ની.

લક્ષ્મી જેને ઘેર પધારે, ઝૂંપડી'યે લાગે મહેલ,
તારી સાથે તો ગૂંથાય ગયેલ છે, લીલી લાગણીઓની વેલ.

મમ્મીનો તું છેડો ઝાલી, પજવ્યા કરતી તું,
પપ્પાની'યે માઁ બની ક્યારેક, ખખડાવ્યા કરતી તું.

ઘડી આવી છે આંગણે હવે, વાગશે મીઠી શરણાઈ,
લાગશે લાડલી પાનેતરમાં, જાણે લજામણી શરમાઈ.

પારકી થઈ જઈશ પોતાનાથી, આંખડી ભીની થશે સહુની,
પારેવું બની ઉડી જઈશ, મૂકી ને મમતા મહિયરની.

જઈશ સાસરે કાલે તો'યે, અહીં ધબક્યા કરીશ તું,
મન નાં ટોડલે કોયલ બની, ટહુક્યા કરીશ તું.

તું માઁ નાં હૃદયનો ધબકારો, તું છે પાપાનો શ્વાસ,
ઈશ્વર એને દીકરી દેતા, હોય જેના પર વિશ્વાસ.

- Nikee

Read More