સાંભળેલી એક નાની વાર્તા..
એક બાળક રોજ મંદિર જઈ આંખ બંધ કરીને કંઈક પ્રાર્થના કરે...આ એનો નિત્યક્રમ..ત્યાં આવતા બીજા લોકો રોજ એને જુએ ને વિચારે કે આટલુ નાનુ બાળક શું કહેતુ હશે ભગવાન ને? ત્યાં એક દિવસ કોઈએ બાળક ને પૂછી લીધું કે બેટા તું રોજ શું પ્રાર્થના કરે છે? ને બાળકે સરસ જવાબ આપ્યો "મને કોઈ પ્રાર્થના નથી આવડતી એટલે બસ હું તો રોજ 5 વાર a b c d બોલી જાઉં છું હવે એમને જેમ ગોઠવવું હોય એમ એ ગોઠવી લે"