મુશળધાર વરસાદમા એક કપ કોફી સાથે થોડીક યાદોની ચૂસ્કી ભરી શકુ તો જીંદગી તને થેન્ક યુ..
નવરાશની પળે ગમતુ પુસ્તક વાંચતા એના કોઈ એક પાત્રનો આહલાદક અનુભવ લઈ શકુ તો જીંદગી તને થેન્ક યુ..
મંદિરે જઈ કોઈ ફરિયાદ વગર ફક્ત તેનો આભાર વ્યક્ત કરી શકુ તો જીંદગી તને થેન્ક યુ..
જેને ચાહુ છુ એમને મળીને મન ભરીને વાતો કરી શકુ તો જીંદગી તને થેન્ક યુ..
મનગમતા લોકોની સાથે મારા જીવંત હોવાની ઊજવણી કરી શકુ તો જીંદગી તને થેન્ક યુ..
મૃત્યુ વખતે કોઈ અફસોસ વગર તેને ગળે લગાડી શકુ તો જીંદગી તને થેન્ક યુ!!
- Nikee