ખુદની સાથે મળવાનું રહી ગયું,
ભીતર તરફ વળવાનું રહી ગયું!

ટીકા કરતો રહ્યો હું હંમેશા અન્યની,
અને ખુદને પરખવાનું રહી ગયું!

દૂરના સંબંધોમાં વ્યસ્ત રહ્યો સદા,
નિકટના સાથે ભળવાનું રહી ગયું!

કાબાથી કાશી સુધી પથ્થર પૂજ્યા કર્યા,
અને, ઈશ્વરને ઓળખવાનું રહી ગયું!

ગણ્યા કર્યા પેલા મુઠ્ઠીભર સિક્કા વ્યર્થ,
અને પેલું સુખ ગણવાનું રહી ગયું!

બે થોથા ભણી લીધા ને હોંશિયાર થઇ ગયો,
પણ, જ્ઞાન સમજવાનું રહી ગયું!

ઝપાટાભેર વહી રહી આ જિંદગી
અને સાલું, આ જીવવાનું તો રહી ગયું!

Gujarati Quotes by Mehul Chauhan : 682
Patel Vinaykumar I 7 year ago

ઉમદા કૃતિ

Guddu 7 year ago

mast 6 thats called reality I like it

Guddu 7 year ago

badhathi prem kryo pan zindagi thi prem karvanu rai gyo

New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now