કૃષ્ણ એટલે...
રુકમણીના એક પત્ર પર કોઈની વાગદત્તા હોવા છતાંય એને લઇ આવે..એવો પુરુષ!
સુદામાનું નામ સાંભળીને પગરખા પહેરવાનુ'ય ભૂલી જાય..એવો મિત્ર!
રાધાને એનો અંબોડો ગૂંથી આપે..એવો પ્રેમી!
દ્રૌપદીના એંઠા પતરાળા ઉપાડે..એવો સખા!
અર્જુન યુદ્ધ છોડે નહી માટે ગીતા સંભળાવે..એવો ગુરૂ!
સત્યભામાને પારિજાતના ફૂલ આપવા માટે ઇન્દ્ર સાથે યુદ્ધ આદરી લે..એવો પતિ!
'ભોજયેસુ માતા' નું વરદાન માંગી માઁ ના પ્રેમને અમર કરી દે..એવો પુત્ર!
દરેક સ્વરૂપમાં પરિપૂર્ણ ને દરેક સંબંધની પરિભાષા સમજાવે એવો ઈશ્વર...!!!
- Nikee gami