દૂધમાંથી દહીં બને, દહીંમાંથી માખણ મળે ને માખણમાંથી ઘી બને...એની કિંમત જોઈએ તો, દૂધથી દહીં મોંઘુ, દહીં થી માખણ ને માખણ કરતા પણ વધારે ઘી મોંઘુ...આમ જુઓ તો દૂધ શંકરને ચડે, દહીંથી લક્ષ્મી ન્હાય, માખણ કૃષ્ણ ખાય ને ઘી નાં દીવા થાય...હવે એટલું સમજવું રહ્યું કે ભગવાન હોય કે માણસ એમના પ્રિય બનવા માટે તો દૂધની જેમ મળી જવું પડે, દહીંની જેમ વલોવાય જવું પડે ને માખણ ની જેમ તપી જવું પડે.. પછી જ તમારું મૂલ્ય વધે..!!
- Nikee gami