દામ્પત્ય એટલે એકબીજાના માલિક બની જવાની ભાવના નહી..કે કોઈ પ્રકારનું તાલીમ કેન્દ્ર નહી જ્યાં વ્યક્તિને અલગ પ્રકારની તાલીમ આપીને એનામાં વિવિધતા ભર્યા ફેરફાર કરવામાં આવે કે નવી વિશેષતાઓ લાદવામાં આવે કે એને કોઈ નિયમમાં બાંધવામાં આવે..દામ્પત્ય એટલે એકબીજાના અસ્તિત્વને ભુસવાની નહી પણ અહમને ઓગાળવાની વૃત્તિ..દામ્પત્ય એટલે વ્યક્તિને જેમ છે એમ,એના ગમા-અણગમા સાથે,એના રંગ-રૂપ સાથે,એણે કરેલી ભૂલો સાથે,એની ઓછાવત્તી સમજણ સાથે,એનામાં રહેલી દરેક ખોટ ને વિશિષ્ટતા સાથે એને પુરા મન અને મતિ થી સ્વીકારવાની કળા!!
Nikee