મેં
સરવાળા
કર્યા સહુના અને ખુદ ને ગણ્યો નહીં ;
અને જગત આખું એમ સમજે કે , હું બરાબર ભણ્યો નહીં !!!
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
લોકો ખોટું કરતી વખતે
ડાબે - જમણે
આગળ - પાછળ
જોઈ લેતા હોય છે ...
બસ....
ઉપર જોવાનું ભુલી જાય છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આભને આધાર નથી છતાંય એ ઊંચું છે..
કારણ કે,
એ જેટલું ઊંચું છે તેટલું જ ચારેય તરફ ઝુકેલું છે.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
સુખની વ્યાખ્યા દરેક માટે અલગ અલગ હોય છે સાહેબ,
અમુક કિનારે પહોંચવા વલખા મારે છે,
જયારે અમુક કિનારે પહોંચીને.....
~~~