Gujarati Quote in Shayri by Nikee gami

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કંકોત્રી ભાળી..ઝાલી હઠ વૃદ્ધએ, જઈ કહે વૃદ્ધાને,
હવે તું પણ કર સોળ શણગાર, હાથે તારા મહેંદી લગાવ,
જઈએ લગ્ન માં જોડે તો, લાગવા જોઈએ આપણેય લાજવાબ,
આદર્શ લગ્ન જીવન રજુ કરી, સહિયારું સગપણ તું'ય બતાવ,
પહેરી લે તું ઘરચોળું, પાઘડી બાંધુ હું માથે,
ફરી લઈએ જીવન નો છેલ્લો ફેરો સાથે,
હવે સમય નથી જાજો, પસ્તાવું ના પડે આપડે,
ડોકાયા ઝાકળ પાંપણે, વૃદ્ધા પૂછે વૃદ્ધ ને,
કેવી આ વાત ને આપણો આ કેવો લગાવ,
વૃદ્ધ બોલ્યો અંતે, જીવન નો છે બસ આ આટલો જ જવાબ..!!

- Nikee gami

Gujarati Shayri by Nikee gami : 3119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now