દરેક માણસને ખૂણે-ખાંચરે ક્યાંક બાકી રહી ગયેલા હિસાબને થોડા શબ્દો માં લખવાનો પ્રયત્ન....
---------------------------------------------------------
ઘણા વર્ષે ફુરસદથી સરવૈયુ નિકાળ્યું!!!
એકલાપણા નો હિસાબ શોધતા જડયા ફેરા 4..
સંબંધોનાં નામે શૂન્ય..
જમા ફક્ત ફરિયાદો ને સપનાંઓ બધા ઉધાર..
વાયદાઓ નો કોઈ હિસાબ નઈ ને આંસુઓ નું વ્યાજ..
વીતી ચૂકેલા દિવસો જોતા,
મળ્યું એકલતા નું ચક્રવૃધ્ધિ વ્યાજ..
જાત ઢંઢોળતા પૂછ્યું ખુદ ને,
કોની આ ખાતાવહી..ને કેટલા જન્મનો બાકી આ હિસાબ..??
- Nikee gami