કૈક કેટલાય દિવસોથી શોધું છું તને,
ક્યારેક રાધા થઈ ક્યારેક રૂકમણી થઇ ને વિચારું છું તને,
આ યુગની મીરાં બની ને પણ જોયું મેં,
શોધ્યું મહીં-માખણ માં પણ મેં તને,
પણ...તું ક્યાંય ના દેખાયો મને,
હવે...
દ્રૌપદી ની જેમ હાથ ઉપર કરી દઈશ,
પછી સંભારીશ તને
બધી ચિંતાઓ તારા પર છોડી,
નરસિંહ ની જેમ બોલાવીશ તને
પછી તો રસખાન ને મળ્યો એમ,
તારે..મળવા તો આવવું જ પડશે મને.
- Nikee gami