ક્યારેક, કોઈ સવારે બે કપ કોફી બનાવીને મને જગાડને, ક્યારેક તારા શર્ટનું બટન જાતે જ તોડી ને મારા પાસે ટંકાવી લે ને, ક્યારેક,કોઈ સાંજે મારા માટે એક ફૂલ લઇ આવ ને,ક્યારેક ફક્ત મારા માટે ઓફિસ ના જા ને, ક્યારેક મને જતી રોકી લે ને,ક્યારેક મારી જોડે કોઈ કારણ વગર ની લાંબી લાંબી વાતો કરી લે ને,ક્યારેક, કોઈક રસ્તા પર ફક્ત મારા માટે મને ગમતું કોઈ એક ગીત ગાઈ લે ને,ક્યારેક બધી સમજદારી બાજુમાં મૂકી ને કોઈ વાત વગર મારી સાથે બહું બધું હસી લે ને,
ખાલી મારા માટે,ક્યારેક ક્યારેક આવુ બધું પણ કરી લે ને..
-Nikee gami