થઈ મુલાકાત આમ, કંઇક જાણતાં-અજાણતાં
વાત થઈ ગઈ, આંખો આંખોમાં જાણતાં-અજાણતાં
નજરથી એમને હળવું, સ્પર્શી જવાતુ જાણતાં-અજાણતાં
હસી પડતા એમને જોઈને, પછી જાણતાં-અજાણતાં
આખરે ઈશારામાં એમને, પુછાય જ ગયુ જાણતાં-અજાણતાં
બસ આમ જ મળી ગયા, એ મને જાણતાં-અજાણતાં
- Nikee gami