લાવ વરસાદ લખું, એક કાગળ લઈને,
તુજને હું સાદ લખું, એક કાગળ લઈને.
ઘેરાઈ છે ઉદાસી, ઝાપટું પડશે જલ્દી,
મનની હું વાત લખું, એક કાગળ લઈને.
અનેરો ટકરાવ તોફાની પીડાના વાદળોનો,
ચમકતી હું રાત લખું, એક કાગળ લઈને.
વરસે નયનોથી, ભળે કાગળમાં છમ છમ.
ટીપાઓની ભાત લખું, એક કાગળ લઈને.
વિરહ આપણો જેમ ધરા-વર્ષાનો 'વૈભવ'
તારો ને મારો સાથ લખું, એક કાગળ લઈને.