અણધાર્યું આવી ને મહેક્યું, જઈ બેઠું પાંપણ ની પલકે. શોધે અંતર ની ઉર્મિઓ ને, ભીની લાગણીઓ છલકે. ઊડવાને તો વિશાળ નભ છે, ને તરવા ને દરિયો સામો. પણ જાણે એ સીમા એની, સંકોરી ને બેઠું પાંખો. નાં ઉડતું એ નાં એ ડૂબતું, નાં અધૂરું પણ નાં પૂરું એ તો બસ હતું એક શમણું.