મૃગજળ પાછળ હરણ જેમ દોડે ,
મારા મનમાં એવું જ કંઈ સળવળે,
ઈચ્છાઓનુ રણ નભે જેટલું વિસ્તરે,
આરંભનુ એક કિરણ ન મળે,
રસ્તાઓ સૂના ભેંકાર ભાસે,
આત્મજનોનું મૌન મનમાં ખળભળે,
કાગળના ફૂલો છે સુંદર રંગીન,
કેદ ભ્રમર કેવા ટળવળે,!
લાખ કોશિશ કરી જોઈ ઊડવાની,
પાંખ વગર ક્યાં કોઈ ઝળહળે,
ચરણો પણ હવે છે થાક્યાં,
ચાલવાનું તો ટાળ્યું ન ટળે,
આશા અમર છે ઈચ્છાઓ અપાર,
માંગ્યુ જીવનમાં બધું જ ન મળે,
'માહીર'
ચેતન પરીખ