હું તને શોધુ છું
ક્યારેક સવારમાં ઊઠતાંની સાથે કોઈ હાથ ફેરવ્યો હોય માથે એ ખોઈમાં હું તને શોધુ છું...
ક્યારેક ઘરેથી નીકળતી વખતે કોઈ અવાજ આપે મને અમસ્તું જ અને બહાર જતી વખતે જલદી આવજે એ અવાજમાં પણ હું તને શોધુ છું...
ક્યારેક બીમાર હોવ હું અને ફોનને જોઈયા કરુ કોઈક તો પુછછે મને હવે કેવુ છે તને એ મેસેજમા પણ હું તને શોધુ છું...
તારા હોવાનો એહસાસ તારા ન હોવાનો એહસાસ આ એહસાસની વચ્ચે મારો વિશ્વાસ એમા પણ બસ હું તને શોધુ છું...
તું મળીશ કે નહી, તું છે કે નહી, તું આવીશ કે નહી, એનો જવાબ નથી મારી પાસે પણ આ બધા સવાલોમા હજી પણ હું તને શોધુ છું
હા હું તને જ લવ કરુ છું ...